ડીસા: જૂનાડીસા પંચાયત પાસેનું શૌચાલયમાં ગંદકીનું સામ્રાજય....
ડીસા તાલુકાના જૂનાડીસા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનના મોટા સૂત્રો અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પંચાયત કચેરીની બિલકુલ બાજુમાં આવેલું જાહેર શૌચાલય સ્વચ્છતાના ધજાગરા ઉડાડી રહ્યું છે. આ શૌચાલયની અંદર અને આસપાસ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે....