માંગરોળ: વરસાદે વિરામ લેતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ નું સમારકામ શરૂ કરાયું
Mangrol, Surat | Sep 25, 2025 માંગરોળ તાલુકામાં વરસાદે વિરામ સુરત લેતા માર્ગ અને મકાન વિભાગ ૦૨ ના કાર્યપાલક ઇજનેર એન એમ પટેલની સુચના અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કચેરી માંડવી ના નાયબ કાર્યપાલક ઇજનેર એમ બી ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ નું સમારકામ શરૂ કરાયું હતું વધુ પડતા વરસાદને કારણે ઉપરોક્ત માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હતા અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા હાલ વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે માર્ગના સમારકામો શરૂ કરાયા છે