ગુજરાત રાજ્યના અગ્નિશમન સેવાઓ વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ અને પૂર જેવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ નગરપાલિકાઓને આધુનિક સાધનોની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત કાલોલ નગરપાલિકા ફાયર સ્ટેશનને પણ નવી રેસ્ક્યુ બોટ (Rescue Boat) ફાળવવામાં આવી છે.કાલોલ નગરપાલિકાને પૂર તેમજ અન્ય આપત્તિની પરિસ્થિતિમાં અસરકારક રાહત અને બચાવ કામગીરી માટે રેસ્ક્યૂ રેસ્ક્યૂ બોટ તથા અન્ય જરૂરી બચાવ સાધનોની ફાળવણી કરવામાં આવી છે.