આ ઝળહળતા સમારોહમાં જામનગર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરતા ડૉ. મનીષ એન. મહેતાને તેમના અવિરત સેવા યજ્ઞ બદલ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.