શહેરા: નવરાત્રિ અને આગામી તહેવારોને અનુલક્ષીને શહેરા પોલીસ મથકે DySpની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક યોજાઇ
પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાતની સૂચના મુજબ શહેરા પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલની અધ્યક્ષતામાં અને શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર એ.બી.ચૌધરીની ખાસ ઉપસ્થિતીમાં નવરાત્રિ અને આગામી તહેવારોને અનુલક્ષીને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હિન્દુ-મુસ્લિમ સમાજમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી.