તા. 06/12/2025, શનિવારે રાત્રે આશરે 7.45 વાગ્યાના સુમારે ધોળકા ટાઉન પોલીસ સ્ટાફના માણસોએ ધોળકા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ મોહલ્લામાં આરોપીના મકાન પાસે રેડ પાડી આરોપીના મકાન સામેની ઓરડી માંથી વિદેશી દારૂ વ્હીસકીની બોટલ નંગ - 9 કિંમત રૂ.1530 નો ઝડપી પાડેલ. રેડ દરમ્યાન આરોપી હાજર મળેલ નહીં. ધોળકા ટાઉન પોલીસે તેની વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરેલ છે.