ભરૂચ: ભરૂચ એલસીબીએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને વાલિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયા તાલુકામાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આમલા ગભાણ ગામના બુટલેગર સતીશ વસાવાને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો