મહુવા: બોરડીમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી, રસ્તાઓ થયા ખુલ્લા
મહુવા તાલુકાના બોરડી ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યોની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે વિશેષ દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પર રોડની બંને બાજુ વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર દબાણોને JCB મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. દબાણોના કારણે વાહનચાલકો અને ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ