મહુવા: વડલી બાયપાસ પર હિટ એન્ડ રન : અજાણ્યા ફોરવ્હીલ ચાલકે દંપતીને અડફેટે લીધા
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહુવા વડલી બાયપાસ હાઇવે રોડ ઉપર મામલતદાર કચેરી નજીક એક અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા પતિ-પત્ની ઇજાગ્રસ્ત બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ડુડાસ ગામના રહેવાસી રઘુભાઈ રામભાઈ પરમાર પોતાની પત્ની બાલુબેન સાથે મોટરસાયકલ નંબર GJ-01-VZ-1991 લઈને પોતાના સસરિયાના ગામ પાદરગઢ જઈ રહ્યા હતા. તે દરમિયાન મહુવા વડલી બાયપાસ ઉપર મામલતદાર કચેરી પાસે પાછળથી ધસમસતી ઝડપે આવેલ એક અજાણ્ય