ભુજના ટાઉનહોલ ખાતે અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા જયંતી મહોત્સવના ત્રીજા દિવસે જાણીતા લેખક ડો.શરદ ઠાકરએ શ્રોતાઓને ઇતિહાસના જ્ઞાનથી તરબોળ કર્યા હતા. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ શ્રોતાઓને ભગવદ ગીતાના માધ્યમથી ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપ્યું હતું.