નડિયાદ: નડિયાદના તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં નવરાત્રિની ઉજવણી, 200થી વધુ ગર્ભવતી મહિલાઓએ માતાજીની આરાધના કરી..
નડિયાદના તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં નવરાત્રિની ઉજવણી: 200થી વધુ ગર્ભવતી મહિલાઓએ માતાજીની આરાધના કરી, ગરબાની રમઝટ જમાવી.નડિયાદના સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રમાં 200થી વધુ ગર્ભવતી મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી. કાર્યક્રમમાં સંત નિર્ગુણદાસ મહારાજ, કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી અને તપોવન કમિટીના સભ્યોએ હાજરી આપી હતી.