જિલ્લા જેલ ખાતે રહેલા બે શખ્સોના નામે સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકનાર સામે જેલર દ્વારા ફરિયાદ નોંધાવી
Bhavnagar City, Bhavnagar | Nov 2, 2025
બોટાદમાં થયેલા ખેડૂત આંદોલન બાદ પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામની અટકાયત કરી જિલ્લા જેલ ખાતે રાખવામાં આવ્યા છે. ત્યારે આ બંનેના નામના URL વાળા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભ્રમિત વિડીયો વાયરલ કરનાર શખ્સો સામે ભાવનગર જિલ્લા જેલ ખાતેથી જેલર દ્વારા નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.