તળાજા: પીંગળી ગામમાં ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોના દિલમાં ડર
મળતી માહિતી મુજબ આજે સાંજે અંદાજે સાડા પાંચ વાગ્યાના સમયે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને થોડા જ સમયમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ખેતી પેદાશોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને જે ખેડૂતોના પાક તૈયાર થઈ રહ્યા છે, તેમના માટે આ વરસાદ મોટું જોખમ સાબિત થઈ શકે છે. જો વરસાદ વધુ સમય સુધી ચાલુ રહેશે તો પાકને ભારે નુકસાન પહોંચવાન