ઉન સ્થિત રેલવે ફાટક નજીક આવેલ બજરંગી બિલ્ડીંગ.ના ધાબા પર બે દિવસ અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો.ચાર સગીર સહિત શોએબ પઠાણ નામનો ઈસમ ધાબા પર પતંગ ચગાવવા ચઢ્યો હતો.એક સગીરે ફરિયાદી ન પાણીના ડ્રમ પર શૌચ કરતા ઠપકો આપ્યો હતો.જ્યાં ફરિયાદી અને તેના ઘરના અન્ય ત્રણ સભ્યોને માર મારી જીવલેણ હુમલો કરાયો હતો.જેમાં ફરિયાદીના દિયર નું કરુણ મોત થયું હતું.જે કેસમાં ચાર સગીર સહિત પાંચની પોલીસે ધરપકડ કરી હતી.જેમાં શોએબ શેખને સાથે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન કરાયું હતું.