ખેડબ્રહ્મા: શહેરમાં સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત રેલી યોજાઈ..!
આજે સવારે 11 વાગે ખેડબ્રહ્મા શહેરમાં આજે સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્મા પ્રાથમિક શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ અને એસટી ડેપો નો સ્ટાફ આ રેલીમાં જોડાયો હતો. ત્યારે આ રેલી શાળા નંબર એક થી નીકળી ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બસ સ્ટેશન થઈ પરત સ્કૂલ ખાતે પહોંચી હતી.