ખેડબ્રહ્મા: શહેર નજીક ભર્ગુઋષિ આશ્રમ નજીક આવેલ હરણાવ નદીના ત્રિવેણી સંગમ ખાતે ભવ્ય મેળો ભરાયો
કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે આજે સવારે 8 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા નજીક ભર્ગુઋષિ આશ્રમ પાસે આવેલ હરણાવ નદીના ત્રિવેણી સંગમ ખાતે ભવ્ય મેળો ભરાયો હતો. પૂર્વજોના તર્પણ અને અસ્થિ વિસર્જન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદી કિનારે ઉમટી પડ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુ એ પોતાના પૂર્વજોની અસ્થિ વિસર્જન કર્યું હતું. ત્યારે આ ત્રિવેણી સંગમ પર અસ્થિ વિસર્જન અને સ્થાન કરવાનું મહત્વ આજે પણ અકબંધ છે.