તળાજા: "તરસરાની વાડીમાં તસ્કરો ત્રાટક્યા... સિંચાઈ માટેની રૂ.35 હજારની મોટર અને કેબલ ચોરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામની સીમમાં આવેલી ખેતીની જમીનમાંથી સિંચાઈ માટે મુકવામાં આવેલી સબમર્સીબલ મોટર અને કેબલની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, નિવૃત્ત શિક્ષક અને ખેડૂત માવજીભાઈ પોલાભાઈ શિયાળની તરસરા ગામે આવેલી ખેતીની જમીનમાં તળાવમાંથી પાણી ખેંચવા માટે ફલુગો કંપનીની 7.5 હોર્સપાવરની આડી સબમર્સીબલ મોટર અને તેની સાથેનો અંદાજે 70 ફૂટ કેબલ મુકવામાં આવ્યો હતો. ગત તારીખ 5 જૂનની રાત્રિથી 6 જૂનની વહેલી સવાર દરમિયાન કોઈ અજ