વઢવાણ: સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલ પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સ રૂપિયા 28350 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે શહેરના સીજે હોસ્પિટલ પાસે દરોડો કરી જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આશિષ જયદેવભાઈ હાલારી, સચિન કિશોરભાઇ સંઘવી અને વિશાલ સુરેશભાઈ દેત્રોજા ને રોકડ રકમ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 28350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.