આણંદ શહેર: DYSP કચેરી,આણંદમાં ફરજ બજાવતા ASI મહેશભાઈ ગોરધનભાઈ પરમારને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા “શતસુભાષિતપંડિત” ઉપાધિથી સન્માનિત
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ વર્ષે સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ યોજનાપંચકમ્ અંતર્ગત શતસુભાષિતકંઠપાઠ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 209 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી રાજ્ય કક્ષાએ માત્ર 57 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ તથા આણંદ જિલ્લામાંથી “શતસુભાષિતપંડિત” ની ગૌરવશાળી પદવી પ્રાપ્ત કરનાર મહેશભાઈ પ્રથમ વ્યક્તિ છે. જે આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે.