મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો દિવાળી ઉજવણીનો વીડિયો વાયરલ, લોકોએ કરી સાદગીની પ્રશંસા.
મોરવા હડફ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપતા નિમિષાબેન સુથારનો દિવાળી ઉજવણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોતાના સાદા સ્વભાવ અને લોકહિતના કાર્યો માટે જાણીતા નિમિષાબેન સુથારે આ વર્ષે પણ દિવાળી પર્વને સામાન્ય લોકોની જેમ જ આનંદભેર ઉજવ્યો હતો.વિડિયોમાં નિમિષાબેન સુથાર પોતાના પરિવારજનો અને સ્થાનિક લોકોની સાથે મળી ફટાકડા ફોડતા, દીવા પ્રગટાવતા અને પર્વની મજા માણતા જોવા મળે છે.