લુણાવાડા: મહીસાગર જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓને પોલીસ દ્વારા મદદ કરી અને પરીક્ષા કેન્દ્ર પહોંચાડી
મહીસાગર જિલ્લામાં આજે રેવન્યુ તલાટી માટે અલગ અલગ કેન્દ્ર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યારે બે પરીક્ષાર્થીઓ ના કોલ લેટરનો બારકોડ સ્કેન ન થતા પોલીસ દ્વારા તેમને મદદ કરવામાં આવી હતી અને તેમને કોલ લેટર કઢાવી આપી અને પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચાડવામાં આવ્યા. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકી.