ધરમપુર: પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર
બુધવારના 4 કલાકે રજૂ કરાયેલા આરોપીની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે ગઈકાલે વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશનમાં એક અને રૂરલ પોલીસ સ્ટેશનમાં બે મળી કુલ ત્રણ પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વાપી થી ઝડપી લાવી હતી. આરોપી મેહુલકુમાર ધોડિયા પટેલને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.