રાપર: રાપર તાલુકા મથકે સામાજીક ન્યાય સમિતિના ચેરમેનનોની કાર્યશાળા યોજાઈ
Rapar, Kutch | Nov 23, 2025 સેતુ અભિયાન સંસ્થા, સામાજિક ન્યાય મંચ અને તાલુકા પંચાયતના ના સંયુક્ત ઉપક્રમે અને સેતુ અભિયાનના સહયોગથી રાપર તાલુકા મધ્યે ગ્રામ પંચાયતની ફરજીયાત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોની કાર્યશાળા યોજાઈ હતી તાલુકા પંચાયતના પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.બાબા સાહેબ આંબેડકર અને ભારતનું બંધારણ ઉપર ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.