સાણંદ: સાણંદમાં હાઈવે નજીક પાર્ક કંપનીની સ્ટાફ બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
સાણંદમાં હાઈવે નજીક પાર્ક કંપનીની સ્ટાફ બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલ હ્યુન્ડાઈ શોરૂમ પાસે પાર્ક કરેલી એક ખાનગી કંપનીની સ્ટાફ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી ઘટના બને તે પહેલા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે રાત્રે 9 કલાકે 112 નંબર પરથી ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે સાણંદ હાઈવે પર પાર્ક કરેલી બસમાં આગ