અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર મુલદ ચોકડી નજીક હાઇવા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ તરફ જતા હાઈવા ટ્રકમાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર મુલદ ચોકડી નજીક અચાનક ટાયરમાં આગ ફાટી નીકળી હતી. ટ્રક ચાલક સમય સુચકતા વાપરી હાઈવાને માર્ગની બાજુમાં ઉભી રાખી કેબીનમાંથી નીચે ઉતરી ગયો હતો.આ અંગેની જાણ થતાં જ ઝઘડિયા ફાયર વિભાગના બે જેટલા ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.