ગોધરા શહેરના સરદારનગર ખંડ ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકાર સુરક્ષા વિષય પર ઝોનલ વર્કશોપ યોજાયો. ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ને કેન્દ્રમાં રાખી બાળ અધિકારોના સંરક્ષણ, અમલીકરણ અને બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા તથા સહભાગીતા પર ચર્ચા કરવામાં આવી. બાળવિવાહ રોકવા માટે સમાજ, તંત્ર અને માતા-પિતાની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર સહિત સાંસદ, ધારાસભ્યો તથા પંચમહાલ, દાહોદ અને મ