અમદાવાદ નારકોટીક્સ વિભાગ દ્વારા સુરતના લાલ ગેટ વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો.બાગ એ યુસુફ નામના એપાર્ટમેન્ટ ના ફ્લેટમાં છાપો મારી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ફ્લેટમાં તપાસ કરતા 22 કિલો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. એક રીતે આરોપી આ ફ્લેટમાં જ અફીણ તૈયાર કરતો હોવાની માહિતી સામે આવી હતી.જેથી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટ આરોપીને લઈ અમદાવાદ લઈ જવા રવાના થઈ હતી. આ અફીણ ની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે આંકવામાં.આવે છે.