તળાજા: તળાજા-મહુવા હાઈવે પર દોડતા ટ્રકમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
તળાજા-મહુવા હાઈવે પર ઠાકરણી હોટલ સામે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાંથી ઉડતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં જ તળાજા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ટ્રકને નુકસાન પહોંચ્યું હોવાનું