આણંદ શહેર: વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિતે આણંદ જિલ્લાના 75 દ્રષ્ટિહીન બાળકોને અત્યાધુનિક સાક્ષરતા કીટનું વિતરણ
આજે આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ)ના હસ્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75માં જન્મદિવસની ઉજવણી નિમિતે આણંદ જિલ્લાના 75 દ્રષ્ટિહીન બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઐતિહાસિક પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની વિઝનને સાકાર કરતું એક મહત્વપૂર્ણ પગલું છે.