ગાંધીધામ: ચાવલાચોક વેપારી એસોસિએશને આપી પ્રશાસનને આંદોલન ચીમકી, જાણો શું છે કારણ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય બજારમાં રોડ અને આર્કેડ પરના દબાણો હટાવવાની કડક કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બપોરના અંદાજિત 4:00 વાગે ચાવલા ચોક વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓને મોટું નુકસાન થવાના આક્ષેપો સાથે પ્રશાસનને આંદોલનની ચીમકી આપવામાં આવી છે.