દસાડા તાલુકામાં આવેલ સુરેલ ગામની સુરેલ પ્રાથમિક શાળાના 150 વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગે સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ શિક્ષકો દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ક્લસ્ટરની શાળાના આચાર્યો અને શિક્ષકો સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તેમજ સમગ્ર સ્કૂલ મેનેજમેન્ટના સદસ્યઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ તકે શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.