ઉમરાળા પોલીસ ના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખારા વિસ્તારમાં તળાવ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે બાવળની કાટમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે , બાતમી વાળી જગ્યા પર પોલીસે રેડ કરતા બે ઈસમો વિરપાલસિંહ યશવંતસિંહ ગોહિલ રહે ઉમરાળા, અને અરવિંદભાઈ પરમાર રહે. બજુડ વાળાને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી .