સૂત્રોથી મળતી માહિતી મુજબ આજે બપોરે 1 વાગ્યા ની આસપાસ વડાલીના સગરવાસ વિસ્તારમાં સગર સમાજની મહિલાઓ એકત્રિત થઈ હતી અને પીઆઈ ડી આર પઢેરિયાને રજૂઆત કરી રહી હતી. તે દરમિયાન વાયુવેગે હાઈસ્કૂલમાં સગર સમાજના વિધાર્થીઓને કથિત બબાલ થયા હોવાનું અને માર માર્યો હોવાનું જણાઈ આવતા તમામ વાલીઓ પોતાના બાળકોને લેવા મોટી સંખ્યામાં શાળાઓમાં પહોંચતા તણાવ પૂર્ણ માહોલ સર્જાયો હતો. ત્યારે વાલીઓએ બે સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાના આક્ષેપો કર્યા હતા.