ઉતરાયણ પછીના પ્રથમ રવિવારે દરિયાઈ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે.રાત સુધી ચાલતા પર્વમાં અંતે દરિયાલાલને પતંગ પધરાવી દેવામાં આવે છે.રાજ્યભરના પતંગરસિકો જોડાઇ દરિયાઈ ઉતરાયણની મજા લૂંટે છે.અંદાજિત 30 હજારથી વધુ લોકો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઉતરાયણ ઉજવે છે.જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહીતના અધિકારીઓ પણ દરિયાઈ ઉતરાયણની મજા લૂંટે છે.દરિયાઈ ઉતરાયણ માટે પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.પ્રમુખે શનિવારે બપોરે 2:30 કલાકે પ્રતિક્રિયા આપી.