નડિયાદ: પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનુ ગણપતિ ચોકડી ખાતે ધારાસભ્ય દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમવારે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે નવ નિર્મિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનુ નડિયાદ ગણપતિ ચોકડી ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.જગદીશ વિશ્વકર્માના આગમનને લઈ શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા.