ડભોઇ: ડભોઇ બોડેલી રોડ પર કાર ખાડીમાં ખાબકતા બે મિત્રોના મોત: બંનેના પરિવારમાં માતમ છવાયો
ડભોઇ બોડેલી રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મિત્રોના મોત નીપજ્યા હતા,7 મિત્રો દિવાળી નિમિત્તે ડભોઇ ખાતે કાર લઇને આવ્યા હતા,બાદમાં પરત બાહધરપુર જઈ રહ્યા હતા તે અરસામાં કારનાં સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં ખાડીમાં પલટી હતી જેમાં વ્રજ શાહ અને દર્પણ વાળંદ નામના બે યુવકોને કાળ ભરખી ગયો હતો,જ્યારે અન્ય 5 યુવકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.