થાનગઢના સેખરડી ગુગલીયાણા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિની બાતમીના આધારે થાન મામલતદારની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરમીયાન સ્થળ પરથી એક જીસીબી મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. અંદાજે રૂ. 32 લાખની કિંમત ધરાવતું આ જીસીબી જપ્ત કરી પ્રાંત અધિકારી કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યું છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.