લાઠી: લાઠી-અમરેલી હાઇવે પર સર્જાયો બાઈક અકસ્માત, મતીરાળા ગામના ખેડૂતનું મોત
Lathi, Amreli | Nov 4, 2025 લાઠી - અમરેલી હાઇવે પર દુર્ઘટના સર્જાતા મતીરાળા ગામના રહેવાસી ખેડૂત ઘનશ્યામભાઈ ગોલનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું છે. ઘનશ્યામભાઈ બાઈક પર અમરેલી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.