વલસાડ: શેઠ.આર.જે. જે સ્કૂલ ખાતે સફાઈ અભિયાનમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 2:20 કલાકે યોજાયેલા કાર્યક્રમને વિગત મુજબ વલસાડ જિલ્લામાં હાલ સ્વચ્છ ઉત્સવ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ વલસાડના તિથલ રોડ પર આવેલા શેઠ આર.જે.જે શાળામાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ પણ સફાઈ અભિયાનમાં જોડાઈ શાળા પટાંગણની સાફ સફાઈ હાથ ધરી હતી.