રાપર: ગુવારની આડમાં કચ્છમાં ઘુસાડાતો ૧૯.૪૬ લાખનો દારૂ બિયરનો જથ્થો આડેસરથી પોલીસે ઝડપ્યો,કુલ 54.29 લાખનો મુદામાલ જપ્ત
Rapar, Kutch | Nov 4, 2025 આડેસર પોલીસે વાહન ચેકીંગ સમયે બાતમી આધારે ટ્રકમાં ગુવારની આડમાં કચ્છમાં ઘુસાડાતો દારૂનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ચાલકની ધરપકડ કરીદારૂ બિયરનો 19.46 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વધુમાં ૨૨.૭૭ લાખના ગુવારના ૪૯૫ કટ્ટા પણ કબજે કરવામાં આવ્યા હતા.૧૨ લાખની ટ્રક,રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. ૫૪,૨૯,૪૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.