વ્યારા: વ્યારા તાલુકાના ચીખલદા ગામનો ગુમ ઈસમ પરત ઘરે આવતા પોલીસમાં જાણ કરાઈ.
Vyara, Tapi | Sep 21, 2025 વ્યારા તાલુકાના ચીખલદા ગામનો ગુમ ઈસમ પરત ઘરે આવતા પોલીસમાં જાણ કરાઈ.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 12 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ચીખલદા ગામેથી નિલેશ ગામીત ઘરેથી કંઈક કહ્યા વિના નિકળી જતા ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેઓ પરત ઘરે આવી જતા વ્યારા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે કરવાની થતી કાર્યવાહી આરંભી હતી.