લાલગેટ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે.26 ડિસેમ્બરે રાત્રિના પોણા નવ વાગ્યાના સમયે દાનિશ મુનાફ મોતિયાની એ બિલ્ડિંગ પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.આપઘાત કરવા પાછળ નું કારણ અંકબંધ છે.જે ઘટના ના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.