જોડિયા: શામપર ગામમાં દબાણ દૂર કરવાની નોટિસથી ગ્રામજનોમાં રોષ
જામનગરના જોડિયા તાલુકાના શામપર ગામમાં દબાણ દૂર કરવાની નોટિસથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાની દુકાન ચલાવતા વૃદ્ધા સહિત પાંચને નોટિસ આપવામાં આવી હતી. સરપંચે ચૂંટણીનો ખાર રાખી ફક્ત પાંચને જ નોટિસ આપ્યાનો તેમજ સરપંચે પણ દબાણ કાર્યોનો આક્ષેપ કરાયો છે. પરંતુ દબાણની નોટિસ કાયદેસર નિયમો અનુસાર આપી હોવાનો તંત્રએ દાવો કર્યો છે.