મહુવા: ઉમણીયાવદર પાટિયા પાસે બે વાહનો વચ્ચે અકસ્માત
આજરોજ તારીખ 3 જૂન 2026ના રોજ બપોરના લગભગ એક વાગ્યાના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ઉમણીયાવદર પાટિયા નજીક બોલેરો અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પર બનાવવામાં આવેલ કટ યોગ્ય રીતે ડિઝાઇન ન કરવામાં આવતા વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ કોઈ વ્યક્તિને ગંભીર ઇજા કે જાનહાનિ થઈ ન