કાંકણપુર ગામે ગીત વગાડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં યુવાનની બાઈકની તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોધરા તાલુકાના ભોઈવાડા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે ભૂરો ભોઈએ કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. 14 જાન્યુઆરીએ પતંગ ચગાવતા સમયે દિલીપ ભોઈ સાથે ઝઘડો થયો હતો. બાદમાં અદાવત રાખી જુગલ, સુનિલ અને દેવ ભોઈએ મળીને રાજેશભાઈની બાઈકને નુકસાન પહોંચાડ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.