ગાંધીધામ: અર્બન-3 ખાતે તાલુકા હેલ્થના સૌજન્યથી જાયન્ટ ઇફ્કો સહેલીના સહકારથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો
આજરોજ સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગાંધીધામ-3 ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત ગાંધીધામ તાલુકા હેલ્થ કચેરીના સૌજન્યથી જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલીના સહકારથી મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પને સફળ બનાવવા બાળ રોગ નિષ્ણાંત ડો.રાજેશ માહેશ્વરી,ઓર્થોપેડિક ડૉ.જીમીત મીરાણી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.મિત્તલ મીરાણી, એમબીબીએસ ડૉ.નિશિત સુથાર,લેબ ટેક્નિશીયન લક્કડ વૈશાલીએ સેવા આપી.