વલસાડ: રૂરલ પોલીસે પીઠા જતા રોડ ઉપરથી બે ઇસમોને 17,760 રૂપિયાના દારૂ સાથે ઝડપી પાડ્યા
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 1:15 કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન સેગવા રોડ પેઠા ગામ જતા રસ્તા પાસેથી બે ઈસમોને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યા હતા. બંને ઈસમોને ચેક કરતા બંને ઈસમો પાસેથી 48 48 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંને મળી કુલ ૧૭,૭૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અને અનિશ જયંતિ પટેલ અને ભાવેશ પટેલ નામના 2 ઈસમો સામે રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન અંગે ફરિયાદ