ભુજના એરફોર્સ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટૂંકમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઈવરને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં તથા ટ્રાફિકને કંટ્રોલ કરવામાં હોમગાર્ડ ભુજ યુનિટના અનિલ શુકલા, વિજય શુકલા, સિદ્ધરાજ રાઠોડ, રમેશ રાઠોડ, ચંદુલાલ કોહલી, ભગીરથસિંહ જાડેજા, સરફરાજ વિષાણી તથા આરિફ સહિતના જવાનો મદદરૂપ બન્યા હતા.