પાલીતાણા તાલુકાના લુવારવાવ પ્રાથમિક શાળામાં હોમગાર્ડ જવાનો અને આશા વર્કર્સ માટે ફાયર સેફ્ટીની મહત્વપૂર્ણ તાલીમ યોજાઈ. પાલીતાણા ફાયર ટીમ દ્વારા આપવામાં આવેલી આ તાલીમમાં આગ જેવી આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ આપવાની તકનીકો સાથે લાઈવ ડેમો દ્વારા અગ્નિશમન સાધનોના ઉપયોગ અને સલામતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમને સફળ બનાવવા ફાયર ટીમના સરવૈયા જયરાજસિંહ, ગોહિલ અજયસિંહ, ગોહિલ જયવંતસિંહ અને ખોખર અક્રમ હાજર રહ્યા.