ગાંધીધામ: શિણાયનાં તળાવમાં ડૂબી જતાં બાળકનું મોત
શિણાય ગામ નજીક તળાવમાં નહાવા ગયેલા આદિપુરના યશ મહેશ ચારણ (ઉ.વ. 12) નામના બાળકનું મોત થયું હતું. આદિપુરના ઓમ મંદિરની બાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર યશ ચારણ નામનું બાળક સાંજના ભાગે શિણાય બાજુ પહોંચી ગયું હતું. તળાવ પાસે પહોંચ્યા બાદ આ બાળક તેમાં નહાવા પડયો હતો. દરમ્યાન તે અચાનક ડૂબી જતાં તેણે જીવ ખોયો હતો. દિવાળીના પર્વો દરમ્યાન બાળકનાં મોતથી ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી.ૌ